Skip to main content
કેમ્‍પોમાં પસંદ થયેલ ખેલાડીઓની કારકિર્દી ઘડવા રાજય સરકાર પ્રયત્‍નશીલ
-શ્રી નિતિનભાઇ પટેલ

રાજકોટ ખાતે અંદાજિત ૬.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર
સિન્‍થેટિક એથ્‍લેટિક ટ્રેક તથા ટેનિસ કોર્ટનું ખાતમુહુર્ત સંપન્‍ન

એથ્‍લેટ પદ્મશ્રી અર્જુન એવોર્ડ વિજેતા શ્રી પી.ટી. ઉષાની ઉપસ્‍થિતિમાં થયેલું તક્તિનું અનાવરણ

રાજકોટ તા. ૯ નવેમ્‍બર- ગુજરાતના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું હતું કે યુવા ખેલાડીઓને પસંદ કરવા અને તેમની ઉત્તમ કારકિર્દી ઘડવા રાજય સરકાર પ્રયત્‍નશીલ છે. ખેલાડીઓ માટે જે ખુટે છે તે પૂર્ણ કરવાનું કામ રાજય સરકારે ઉપાડયું છે. આ માટે શ્રી પી.ટી. ઉષા જેવા અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીને આમંત્રણ પાઠવી પસંદગી પ્રક્રિયામાં જોડવામાં આવ્‍યા છે. તેમણે ઉત્તમ ખેલાડીઓ તૈયાર થાય તેવા પ્રકારનું ગ્રાઉન્‍ડ નિર્માણ કરવા બદલ રાજકોટ કોર્પોરેશનને અભિનંદન પાઠવ્‍યા હતાં.
          રાજકોટ મહાનગરપાલિકા સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજિત રૂ.૬.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર સિન્‍થેટિક એથ્‍લેટિક ટ્રેક તથા ટેનિસ કોર્ટનું ખાતમુહુર્ત  તથા તકતિનું અનાવરણ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે શ્રી પી.ટી. ઉષાની વિશેષ ઉપસ્‍થિતિમાં કર્યું હતું.
          આ પ્રસંગે મંત્રીશ્રીએ આ ગ્રાઉન્‍ડ તૈયાર થતાં રાજકોટનું નામ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે લેવાશે તેમ જણાવી કોર્પોરેશન દ્વારા ખેલાડીઓ માટે ઉભી કરાયેલ સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પસંદગી મેળામા ઉપસ્‍થિત ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.
          કાર્યક્રમાના પ્રારંભે ડેપ્‍યુટી મેયરશ્રી ઉદયભાઇ કાન્‍ગડએ સ્‍વાગત પ્રવચનમાં યોજનાકિય રૂપરેખા આપી રજુ કરી હતી.
          આ પ્રસંગે કૃષિરાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા, અતિથિવિશેષ શ્રી પી.ટી. ઉષા, પૂર્વ મેયરશ્રી ધનસુખભાઇ ભંડેરી, સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેનશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, વિપક્ષી નેતાશ્રી ગાયત્રીબા વાઘેલા, ભાજપ અગ્રણીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ તથા બહોળા પ્રમાણમાં ખેલાડી ભાઇ બહેનો ઉપસ્‍થિત રહયા હતાં.
          અત્રે ઉલ્‍લેખનીય છે કે આ યોજના અંતર્ગત રેસકોર્ષ ખાતે હયાત માટીના એથ્‍લેટિક ટ્રેકની જગ્‍યાએ આધુનિક સિન્‍થેટિક એથ્‍લેટીક ટ્રેક બનાવાશે. જેમાં શાળાના બાળકો, રમત ગમતના ખેલાડીઓ તથા શહેરીજનોને આધુનિક કક્ષાનું રમત ગમત મેદાન મળશે. ઉપરાંત ખેલાડીઓને પ્રેકટીસ માટે યોગ્‍ય વાતાવરણ અને શહેરી નાગરીકોને જોગીંગ/ વોકીંગ કરવાની આધુનિક સુવિધા પ્રાપ્‍ત થશે.
રામાનુજ/ડેલા                                                          ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Text Box: ગુજરાત માહિતી બ્‍યુરો
ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્‍બર ૨૦૧૪                                                                સ.સં.૧૪૨૧

જેતપુરમાં હસ્‍તકલા કુટિર મેળો
રાજકોટ તા. ૯ નવેમ્‍બર- સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ  હેઠળના કુટિર અને ગ્રામોદ્યોગ ખાતાના ઇન્‍ડેક્ષ- સી દ્વારા રાજયના હાથશાળ, હસ્‍તકલા અને કુટિર ઉદ્યોગના કારીગરો દ્વારા ઉત્‍પાદિત ચીજવસ્‍તુઓના વેચાણ માટે માર્કેટીંગ પ્‍લેટફોર્મ પુરૂ પાડવા રાજયમાં તથા રાજય બહાર પ્રદર્શન - સહ વેચાણના કુટિર મેળાનું આયોજન કરવામાં આવે છે. કારીગરોના સામાજિક અને આર્થિક વિકાસ માટે બજાર વ્‍યવસ્‍થા પુરી પાડી સતત રોજગારી મળી રહે તે માટે કુટિર મેળાનું આયોજન કરવામાં આવે છે.
       ઇન્‍ડેક્ષ- સી દ્વારા તા.૮/૧૧/૨૦૧૪ થી તા.૧૩/૧૧/૨૦૧૪ દરમિયાન જીમખાના ગ્રાઉન્‍ડ, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ સામે, જેતપુર ખાતે કુટિર મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાથશાળ, હસ્‍તકલા, ચર્મોદ્યોગ, માટીકામ, ભરતકામ, ઇમીટેશન, જ્વેલરી, મોતીકામ, શંખની આઇટમો જેવી વિવિધ કલાકારીગરીના કારીગરો દ્વારા ભાગ લેવામાં આવેલ છે અને બાવન સ્‍ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરેન્‍દ્રનગર, બોટાદ, જામનગર, દાહોદ, આણંદ, અમરેલી, સુરત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા જિલ્‍લાના કારીગરો દ્વારા વિવિધ ચીજવસ્‍તુઓનું પ્રદર્શન- સહ વેચાણ કરવામાં આવશે. જેતપુરની કલાપારખુ પ્રજા હાથશાળ, હસ્‍તકલા અને કુટિર ઉદ્યોગની કુટીર મેળામાંથી ખરીદી કરી કારીગરોને પ્રોત્‍સાહિત કરવા ઇન્‍ડેક્ષ- સીના કાર્યવાહક નિયામકશ્રી સી.જે. પટેલ તથા સિનીયર ઓફીસર(પીપી)શ્રી આર.એસ. ગજ્જરની સંયુકત યાદીમાં જણાવાયું છે.
પારેડી/ડેલા                                                            ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦





Text Box: ગુજરાત માહિતી બ્‍યુરો
ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્‍બર ૨૦૧૪                                                                સ.સં.૧૪૨૨

રોગ નિવારણ માટે ગ્રામ્‍ય સ્‍તર સુધી આયુર્વેદ ચિકિત્‍સા ઔષધિઓનો વ્‍યાપ વિસ્‍તારવા રાજય સરકાર પ્રતિબધ્‍ધઃ મુખ્‍યમંત્રીશ્રી

રાજકોટમાં રૂપિયા ર કરોડ ૪૪ લાખના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક હોસ્‍પિટલનું પ્રજાપર્ણ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલ

પ્રાચીન આયુર્વેદ ચિકિત્‍સાનો અણિશુધ્‍ધ વિનિયોગ ૨૧મી સદીના
આરોગ્‍યપ્રદ તંદુરસ્‍ત જીવન શૈલીનું નિર્માણ કરશે- શ્રીમતિ આનંદીબેન પટેલ

રાજકોટ તા. ૯ નવેમ્‍બર- મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે પ્રાચિન ઋષિ- મુનિઓ અને વૈદક શાસ્‍ત્રો દ્વારા સંવર્ધિત થયેલી આયુર્વેદ ચિકિત્‍સા પધ્‍ધતિનો અણિશુધ્‍ધ વિનિયોગ વર્તમાન આયુર્વેદ અભ્‍યાસ ક્ષેત્રમાં કરવાનું પ્રેરક સુચન કર્યું છે.
મુખ્‍યમંત્રીશ્રીએ આયુર્વેદ ચિકિત્‍સા અને ઔષધિઓ રાજયમાં ગ્રામીણ ક્ષેત્ર સુધી પહોંચાડવા માટેના રાજય સરકારની પ્રતિબધ્‍ધતા દર્શાવી હતી.
        આ સંદર્ભમાં તેમણે આપણા શાસ્‍ત્રોમાં વર્ણવાયેલી આહાર- વિહાર અને ખાન- પાન પરંપરાને અનુસરી સ્‍વાસ્‍થ્‍ય- સુખાકારી અને નિરામય જીવન જીવી શકાય તેની આવશ્‍યકતા સમયની માંગ છે તેમ ઉમેર્યું હતું.
         મુખ્‍યમંત્રીશ્રીએ રાજકોટમાં નવનિર્મિત સરકારી આયુર્વેદીક હોસ્‍પીટલનું આજે પ્રજાપર્ણ કર્યું હતું. આ આયુર્વેદીક હોસ્‍પિટલ રાજકોટ અને મોરબીના ૧૬ તાલુકાઓના ૧૦૦૦ ગામોના નાગરિક- ગ્રામજનો માટે આયુર્વેદિક સારવાર અને ચિકિત્‍સા પુરી પાડશે.
        આ હોસ્‍પિટલનું રૂ.૨ કરોડ ૪૪ લાખના ખર્ચે ૨૪૪૯ ચો.મી.માં નિર્માણ થયું છે. ૫૦ પથારી અને ૧૦ વિશેષ રૂમની સુવિધા ધરાવતી આ હોસ્‍પિટલ આરોગ્‍ય સેવા- સુરક્ષાનું છત્ર આપનારી બનશે.
મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રસંગે વિશિષ્‍ટ સેવા પ્રદાન કરનાર ત્રણ વૈદ્યનું સન્‍માન પણ કર્યું હતું.
પાના નં.૨

સ.સં.૧૪૨૨ મુખ્‍યમંત્રીશ્રી . . . . . . . .. પાના નં.૨

શ્રીમતી આનંદીબહેન પટેલે રાજયમાં આરોગ્‍ય સુખાકારી- સુવિધા માટે રુગ્‍ણાલયો- હોસ્‍પિટલો વચ્‍ચે જન આરોગ્‍ય સેવા પ્રવૃતિઓની તંદુરસ્‍ત સ્‍પર્ધા માટેની નેમ દર્શાવી હતી.
તેમણે આરોગ્‍યપ્રદ સુટેવો કેળવીને બાળકોને કુપોષણ મુકિત- દીર્ઘાયુને નિરામય જીવન માટે જનજાગૃતિ કેળવવા પણ આ તબકકે અનુરોધ કર્યો હતો.
તેમણે દિકરીઓમાં લોહતત્‍વની ઉણપ દૂર કરવાથી લઇને સગર્ભા-ધાત્રી માતાઓ, બાળકોની આરોગ્‍ય સુરક્ષા માટે સેવાભાવી તબીબો- વૈદ્યકર્મીઓ અને સમાજ જનસહયોગ આપે અને સક્ષમ સબળ ૨૧મી સદીનું નિર્માણ કરે તેવી હાર્દ ભરી અપીલ કરી હતી. આરોગ્‍ય સેવામાં કાર્યરત તબીબોને આ દાયીત્‍વ નિભાવવાનો મુખ્‍યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આરોગ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે રાજકોટ શહેરની ૫૦ વર્ષની આવા આયુર્વેદ રુગ્‍ણાલયની માંગ ગતિશીલ ગુજરાતના નેતૃત્‍વ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલના માર્ગદર્શનમાં સંતોષાઇ તેનો હર્ષ વ્‍યકત કર્યો હતો.
તેમણે એલોપથીના વ્‍યાપ સાથે આયુર્વેદની પ્રાચિન ઔષધિય પરંપરા પણ આજના યુગમાં એટલી સ્‍વીકૃત છે, તેને વધુ પ્રેરિત કરવા ગુજરાતમાં આયુર્વેદ કોલેજ, યુનિવર્સિટી અને આદિજાતિ ક્ષેત્રોમાં રુગ્‍ણાલયો શરૂ કરવામાં આવ્‍યા છે તેની વિસ્‍તૃત સમજ આપી હતી.
આરોગ્‍યમંત્રીશ્રીએ ગુજરાતમાં આરોગ્‍ય સેવા- સુરક્ષા ક્ષેત્રે પ્રજા કલ્‍યાણ માટે માતબર બજેટ ફાળવીને સ્‍વસ્‍થ, નીરોગી- નિરામય સમાજ જીવન માટેની પ્રતિબધ્‍ધતા દર્શાવી હતી.
વન પર્યાવરણ રાજયમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે આરોગ્‍ય સુખાકારી માટે નાગરિકોની સેવામાં આ આયુર્વેદ હોસ્‍પિટલ એક નવું ઉમેરણ બની છે. તે માટે આરોગ્‍ય તંત્ર અને મુખ્‍યમંત્રીશ્રીના દ્રષ્‍ટિવંત આયોજન માટે આભાર વ્‍યકત કર્યો હતો.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્‍લભભાઇ કથિરીયા, મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયા, ધારાસભ્‍ય સર્વશ્રી ભાનુબેન બાબરિયા, શ્રી બાવનજીભાઇ મેતલીયા, ઇન્‍દ્રનીલભાઇ રાજયગૂરૂ, શહેર ભાજપ પ્રમુખશ્રી ભીખાભાઇ વસોયા સહિત અધિકારીઓ, નગરજનો ઉપસ્‍થિત રહયા હતાં.
પ્રારંભમાં આયુર્વેદ નિયામક ડો. કંદર્પ દેસાઇએ સૌને આવકાર્યા હતાં અને આયુર્વેદ હોપિટલ તથા રાજયના આયુર્વેદ ક્ષેત્રની સિધ્‍ધિઓ વર્ણવી હતી. આભાર દર્શન ડો. જયેશ પરમારે કર્યું હતું.
                                                            ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
     



Text Box: ગુજરાત માહિતી બ્‍યુરો
ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્‍બર ૨૦૧૪                                                                સ.સં.૧૪૨૩

રાજયની ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિઓ વિશ્વના કૃષિ બજારો સાથે સ્‍પર્ધા કરવા આધુનિક ટેકનોલોજીથી સજ્જ થાય : -મુખ્‍યમંત્રીશ્રીનું આહવાન

રાજકોટમાં ર૭ર કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર વલ્‍લભભાઇ પટેલ  માર્કેટયાર્ડનું લોકાર્પણ કરતા શ્રીમતી આનંદી બહેન પટેલ
મુખ્‍યમંત્રીશ્રી:-
·        ભૂતકાળની સરકારોએ ૬૦-૬૦ વર્ષ સુધી ખેડૂતને કુદરતને ભરોસે છોડી ખેતી અને ખેડૂતની ઉપેક્ષા કરી : આપણે કૃષિને આધુનિકતાનો નવો ઓપ આપી કિસાન હિતકારી રાજયસાશન આપ્‍યુ છે
·        કૃષિ મહોત્‍સવ અને આધુનિક કૃષિ વિજ્ઞાન વિનિયોગની ફલશ્રૃતિએ
ગુજરાત કૃષિ વિકાસમાં ડબલ ડીઝિટ પાર કરી ગયું

રાજકોટ તા. ૯ નવેમ્‍બર- મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજયની ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિઓ APMC ને વિશ્વના કૃષિ બજારો સાથે સ્‍પર્ધા કરી શકે તેવા આધુનિક સંશાધનો-કોમ્‍પ્‍યુટર-લેબ ટેકનોલોજીથી સજ્જ થવા આહવાન કર્યુ હતું.
        ગુજરાતે કૃષિ મહોત્‍સવોની સફળતાની પરિપાટીએ વિપુલ કૃષિ ઉત્‍પાદનો મેળવીને કૃષિ વિકાસ સાધ્‍યો છે ત્‍યારે એ ઉત્‍પાદનોને વ્‍યાપક સંગ્રહ ક્ષમતા અને બજાર વ્‍યવસ્‍થા માટે આ સવલત ઉપકારક નિવડશે, તેવો વિશ્વાસ તેમણે વ્‍યકત કર્યો હતો.
શ્રીમતી આનંદીબહેને આજે રાજકોટ નજીક બેડીમાં રૂ.૨૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિના સરદાર વલ્‍લભભાઇ પટેલ માર્કેટ યાર્ડનું ઉદઘાટન કર્યુ હતું.

પાના નં.૨

સ.સં.૧૪૨૩ મુખ્‍યમંત્રીશ્રી . . . . . . . .. પાના નં.૨

મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍પષ્‍ટ પણે જણાવ્‍યુ કે ભૂતકાળમાં ખેડૂતોને કુદરતના ભરોસે છોડી દઇને કૃષિ ક્ષેત્રની ઉપેક્ષા ભૂતકાળના કોંગ્રેસના શાસકોએ ૬૦-૬૦ વર્ષો સુધી કરી હતી તેનો આપણે અંત લાવીને કૃષિને આધુનિકતાનો નવો ઓપ આપ્‍યો છે તે જ કિસાન હિતકારી રાજય શાસનની સાચી દિશા છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે, યોગ્‍ય બજાર વ્‍યવસ્‍થા મળે તેમજ ઘેર બેઠા આધુનિક કૃષિ વિજ્ઞાનની જાણકારી મોબાઇલ એપ્‍સ, સેટેલાઇટ ટેકનોલોજી અને ઇ-પોર્ટલ/આઇ કિસાન પોર્ટલ દ્વારા મળી રહે તેવું કિસાન હિતકારી આયોજન આ સરકારે કર્યુ છે. તેની ફલશ્રૃતિએ કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટ પાર કરી ગયો છે.
રાજકોટનું આ નવિન માર્કેટયાર્ડ આધુનિક સવલતો સાથેનું દેશનું સુવિધાયુકત અગ્રીમ    યાર્ડ સૌના સહયોગથી બનવાનું છે તેવો વિશ્વાસ દર્શાવી અભિનંદન પાઠવ્‍યા હતા. મુખ્‍યમંત્રીશ્રીએ આ નવું માર્કેટ યાર્ડ સહકારિતા ક્ષેત્રે ખેડૂતલક્ષી પ્રવૃતિઓનુ ધમધમતું કેન્‍દ્ર બનશે અને નવી પ્રગતિની ઉંચાઇઓ પાર કરશે તેવો વિશ્વાસ પણ વ્‍યકત કર્યો હતો.
        મુખ્‍યમંત્રીશ્રીએ રાજયમાં કૃષિ-કલ્‍યાણ પ્રવૃતિઓ તેમજ ધરતીપુત્રોને પ્રોત્‍સાહિત કરવા અંદાજપત્રમાં વિશેષ જોગવાઇ સહિત મહિલા પશુપાલકો-ગરીબ ખેડૂતો માટેની યોજનાઓની સમજ આપી હતી.
        તેમણે APMC દ્વારા શૌચાલય નિર્માણ માટે મુખ્‍યમંત્રી સ્‍વચ્‍છતા નિધિમાં રૂ. ૧૧ લાખના ભંડોળના દાન સહાયની પ્રસંશા કરી હતી. આ સહાય જિલ્‍લાના ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓ-માતાઓ-બહેનો માટે શૌચાલય નિર્માણનો લક્ષ્‍યાંક પૂર્ણ કરશે તેવી અપેક્ષા વ્‍યકત  કરી હતી.
        પ્રવાસન અને ઉડ્ડયન રાજયમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ રાજકોટના બેડી ખાતે અદ્યતન માર્કેટીંગ યાર્ડ ખુલ્‍લુ મુકાતા ખેડુતો અને વેપારીઓને વધારાની સુવિધા પ્રાપ્‍ત થઇ છે. તેનાથી તેઓને આવનારા સમયમાં ઘણા લાભો મળશે તેમ જણાવ્‍યું હતું.
                આ પ્રસંગે જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયાએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતાં.  કાર્યક્રમની શરૂઆતમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી હરદેવસિંહ જાડેજાએ  શાબ્‍દીક સ્‍વાગત પ્રવચનમાં યાર્ડમાં ઉપલબ્‍ધ સુવિધાઓની વિસ્‍તૃત જાણકારી આપી હતી.કાર્યક્રમના સમાપનમાં યાર્ડના શ્રી પરસોતમભાઇ સાવલીયાએ આભાર વિધિ કરી હતી.
        મુખ્‍યમંત્રીશ્રીનું વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.  
રાજકોટ જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીશ્રી  બાબુભાઇ બોખીરીયા, રાજયમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, મેયરશ્રી રક્ષાબેન બોળીયા, ધારાસભ્‍ય સર્વશ્રી ભાનુબેન બાબરિયા, જયરાજસિંહ જાડેજા, બાવનજીભાઇ મેતલીયા, બાબુભાઇ પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડો. ધવલ પટેલ, અને ખેડૂત સભાસદો વગેરે આ પ્રસંગે ઉપસ્‍થિત રહયા હતાં.
પીઆરોઓ/ભટ્ટ                        ૦ ૦ ૦

Text Box: ગુજરાત માહિતી બ્‍યુરો
ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્‍બર ૨૦૧૪                                                                સ.સં.૧૪૨૪

  ગુજરાતના બે સાંસદોની  કેન્‍દ્રીય મંત્રી મંડળમાં વરણી અંગે મુખ્‍યમંત્રીશ્રીના અભિનંદન
દેશને સુશાસન-વિકાસના માર્ગે લઇ જવાના વડાપ્રધાનશ્રીના સંકલ્‍પમાં ગુજરાતને મળેલું પ્રતિનિધિત્‍વ મહત્‍વપુર્ણ રહેશેઃ

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો આભાર વ્‍યકત કરતા મુખ્‍યમંત્રીશ્રી
રાજકોટ,તા. ૯ નવેમ્‍બરઃ

મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે કેન્‍દ્ર સરકારના મંત્રી મંડળમાં આજે ગુજરાતના બે સાંસદો શ્રી મોહનભાઇ કુંડારિયા અને શ્રી હરિભાઇ ચૌધરીના થયેલા સમાવેશ અંગે તેમને અભિનંદન પાઠવ્‍યા છે.
શ્રીમતી આનંદીબહેને વડા પ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશને સુશાસન અને વિકાસની જે દિશા મળી છે  તેમાં સહયોગ આપવાનુ દાયિત્‍વ ગુજરાતના આ બે નવનિયુકત મંત્રીઓ સહિત કૂલ ત્રણ સાંસદોને મળ્યુ છે તેનો આનંદ વ્‍યકત કરતા ગુજરાત ને રાષ્‍ટ્રની સેવામાં ભૂમિકાની તક આપવા માટે વડા પ્રધાનશ્રીનો પણ આભાર વ્‍યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી મનસુખભાઇ વસાવા, શ્રી હરીભાઇ ચૌધરી અને શ્રી મોહનભાઇ કુંડારીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.
પીઆરોઓ/ભટ્ટ                                ૦ ૦ ૦


Text Box: ગુજરાત માહિતી બ્‍યુરો
ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્‍બર ૨૦૧૪                                                                સ.સં.૧૪૨૫

પ્રજાના જાનમાલની સુરક્ષાના પ્રહરી એવા પોલીસ કર્મીઓ માટે માળખાકીય સુવિધાની  નવતર કાર્યપ્રણાલી વિકસાવાશે : - મુખ્‍યમંત્રીશ્રી
રાજકોટ શહેરમાં રૂ.૧ .૧૬ કરોડના ખર્ચે બનાવાયેલ પ્રદયુમન નગર પોલીસ સ્‍ટેશન તેમજ રૂ.૧ .૧૭ કરોડના ખર્ચે બનાવાયેલ પોલીસ તાલીમ કેન્‍દ્રનું મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદી બહેન પટેલે લોકાપર્ણ કર્યુ
રાજકોટ તા. ૯ નવેમ્‍બર-  મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદી બહેન પટેલે પ્રજાના જાનમાલની રક્ષા સુરક્ષા અને કાયદો વ્‍યવસ્‍થાની જાળવણીના સંવાહક પોલીસ કર્મીઓને માળખાકીય સુવિધાઓ-બહેતર કાર્ય પ્રણાલી પુરી પાડવાની પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરી હતી.
પોલીસદળ સહિત સરકારમાં સેવારત કર્મયોગીઓ પ્રજા કલ્‍યાણ અને નાગરીક સેવાના કામો સુપેરે તનાવમુકત વાતાવરણમાં રહીને કરી શકે તે માટે અધતન સુવિધા સજજ ભવનો- સરકારી કચેરીઓને સેવા સદનનો નવો ઓપ આપી નિર્માણ કરાઇ રહયા છે. તેમ મુખ્‍ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્‍યુ હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ આજે રાજકોટ શહેર પોલીસના પ્રદયુમન નગર પોલીસ સ્‍ટેશન તથા શહેર પોલીસ વેલ્‍ફેર સંચાલીત પેટ્રોલપમ્‍પ અને પોલીસ તાલીમ કેન્‍દ્રના લોકાર્પણ સંપન્‍ન કર્યા હતા.
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્રારા ૮૧૩.૫૧ ચો. મીટર ક્ષેત્રફળમાં બે મંજીલા આ પોલીસ મથક રૂ.૧ .૧૬ કરોડના ખર્ચે માત્ર ૧૩ માસના ટુંકાગાળામાં નિર્માણ કરાયુ છે..
મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદી બહેને પોલીસ મથકનું તથા તેમાંની આધુનિક સુવિધાઓનું પ્રત્‍યક્ષ નિરીક્ષણ કરતા જણાવ્‍યુ હતુ કે, પોલીસદળના જવાનો કર્મયોગીઓમાં કાર્યપ્રેરણા જગાવનારા આવા ભવનો પ્રજાને પોલીસ તેમના માટે અને તેમની સાથે છે. તેવો સતત અહેસાસ કરાવનારા કેન્‍દ્રો બને તેવી સરકારની નેમ છે. પ્રજાને રંજાડનારા તત્‍વોને નશ્‍યત કરવા પોલીસદળનું મનોબળ આવા ભવનો વધારશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, મેયર શ્રીમતિ રક્ષાબહેન બોળીયા, જીલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસા બહેન પારેઘી, ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબહેન બાબરીયા, પોલીસ આવાસ નિગમના એમ.ડી. ગીથા જોહરી, પોલીસ કમિશ્‍નર શ્રી મોહન ઝા, સંયુકત પોલીસ કમિશનરશ્રી કે.એલ.એન. રાવ, નાયબ પોલીસ કમિશ્‍નર શ્રી મનોજ નિનામા, મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રી એ. એલ ચૌધરી, સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.
પારેડી/ડેલા                                                            ૦ ૦ ૦ ૦ ૦


Text Box: ગુજરાત માહિતી બ્‍યુરો
ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્‍બર ૨૦૧૪                                                                સ.સં.૧૪૨૬

ગુજરાત સરકારની ગરીબોના ઉત્કર્ષ માટેની પ્રતિબધ્ધતાને ભારત સરકારનું અનુમોદન



ભારત સરકારના વીસ મૂદા કાર્યક્રમના સને ર૦૧૩-૧૪ના વર્ષના આંતરરાજ્ય તુલનાત્મક અહેવાલમાં ગુજરાતનો પ્રથમ ક્રમ
ભારત સરકારના ગરીબલક્ષી કાર્યક્રમોમાં ગુજરાતે ગૌરવવંતુ પ્રથમસ્થાન મેળવ્યું



તમામ ૧૮ બાબતોમાં ૧૦૦ ટકાથી વધારે કાર્યસિધ્ધિ મેળવનારૂં એકમાત્ર ગુજરાત

મુખ્‍યમંત્રીશ્રીએ આ ગૌરવ સિધ્‍ધી માટે કર્મયોગીઓને અભિનંદન પાઠવ્‍યા

રાજકોટ તા. ૯ નવેમ્‍બર-  ગુજરાતની વર્તમાન સરકારે સમગ્ર દેશમાં, કેન્દ્રના ગરીબલક્ષી કાર્યક્રમોના વીસ મૂદા કાર્યક્રમના અમલમાં ગુજરાતે પ્રથમ સ્થાન હાંસલ કરવાનો વિક્રમ સ્થાપ્યો  છે. ભારત સરકારના આંકડાશાસ્‍ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના માર્ચ-૨૦૧૪ અંતિત પ્રગતિ અહેવાલમાં ગુજરાતે કેન્‍દ્ર સરકારના ધોરણો પ્રમાણે ૧૦૦ ટકાથી અધિક સિધ્‍ધિ મેળવીને પ્રથમ ક્રમ પ્રાપ્‍ત કર્યો છે તે પ્રતિપાદિત થયું છે.               
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ સર્વશ્રી નીતીનભાઇ પટેલ અને શ્રી સૌરભભાઇ પટેલે ગરીબોના સર્વાંગી ઉત્કર્ષ માટેના વીસ મૂદા કાર્યક્રમના અમલમાં સને ર૦૧૩-૧૪ના વર્ષમાં પણ, ગુજરાત, ૧૦૦ ટકા સિધ્ધિ સાથે પ્રથમ ગૌરવવંતા ક્રમ ઉપર આવ્યું છે તેવા ભારત સરકારના આંતરરાજ્ય તુલનાત્મક ક્રમ દર્શાવતા પ્રગતિ અહેવાલની ભૂમિકા આપી હતી.
        મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે સુસાશનની આ કાર્યસિધ્‍ધી માટે રાજયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્‍યા છે.  
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે વીસ મૂદાનો કાર્યક્રમ કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં દાખલ કરેલો છે એટલું નહીં, કાર્યક્રમોના લક્ષ્યાંકો દરેક રાજ્ય માટે ભારત સરકાર નિશ્ચિત કરે છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતના કોંગ્રેસ શાસિત રાજ્યો કે સામ્યવાદી શાસનવાળા રાજ્યોમાં પણ ભારત સરકારના ગરીબલક્ષી કાર્યક્રમોના અમલમાં ઉપેક્ષા થતી આવી છે ત્‍યારે એકમાત્ર ગુજરાત ગરીબલક્ષી તમામ કાર્યક્રમોના અમલને પ્રાથમિકતા આપીને પ્રથમસ્થાને રહ્યું છે.
પાના નં.૨


સ.સં.૧૪૨૬     . . . . . . . ..          પાના નં.૨

તત્‍કાલિન મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારની ગરીબોના કલ્યાણ માટેની પ્રતિબધ્ધતાને રાજયના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ પણ દ્રષ્‍ટિવંત નેતૃત્‍વ અને  ગતિશીલતા સાથે  આગળ ધપાવી રહયા છે.           
શ્રી નીતીનભાઇ પટેલે અને શ્રી સૌરભભાઇ પટેલે વીસ મૂદા કાર્યક્રમના આંતરરાજ્ય સિધ્ધિઓના તુલનાત્મક અહેવાલની વિગતો આ પ્રમાણે આપી હતી.
જે બાબતોમાં ગુજરાતે સો ટકા કે તેથી અધિક પ્રગતિ કરી છે તેમાં :
ક્રમ
વિષય  
લક્ષ્‍યાંક 
સિધ્‍ધી  
પ્રગતિની ટકાવારી
સ્‍વર્ણિમજયંતિ ગ્રામ સ્‍વરોજગાર યોજનાં કૂલ સહાયિત રોજગારી
૧,૯૮૯ 
૯૧૦૦  
૪૫૮    
સ્‍વસહાયિત જુથો હેઠળ આવક ઉભી કરવા માટે હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ
૩,૬૨૭ 
૩૭૬૨૨ 
૧૦૩૭  
ખાદ્ય સુરક્ષા-જાહેર અન્ન વિતરણ વ્‍યવસ્‍થા (AAY)
૩,૪૦,૦૮૦         
૩,૫૧,૮૨૦         
૧૦૩    
ખાદ્ય સુરક્ષા-જાહેર અન્ન વિતરણ વ્‍યવસ્‍થા (BPL)
૫,૫૦,૩૬૮         
૫,૬૦,૨૮૬         
૧૦૨
ગ્રામિણ ગુહનિર્માણ-ઇન્‍દીરા આવાસ યોજના         
૧,૦૭,૮૮૦         
૧,૦૦,૫૪૦         
૯૩
આર્થિક રીતે નબળા વર્ગો/ઓછી આવક ધરાવનારાઓ માટે શહેરી વિસ્‍તારમાં બાંધવામાં આવેલા આવાસો         
૩,૧૦૬ 
૧૨૭૧૪ 
૪૦૯    
ગ્રામીણ વિસ્‍તાર, રાષ્‍ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ-આવરી લેવાયેલ વસવાટો                  
૮૭૫    
૧૮૧૧  
૨૦૭    
ગ્રામીણ વિસ્‍તાર, રાષ્‍ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ-પાણીની ગુણવત્તાથી પ્રભાવિત આવરી લેવાયેલ વસાવટો
૧૭૫    
૧૭૪    
૯૯     
અનુ.જાતિના સહાયિત જુથો-અનુ.જાતિ પેટા યોજના હેઠળ અનુ.જાતિના કુટુંબને સહાય અંતર્ગત કરેલ સહાય અને NSFDC ની લોન રાહત
૧૪૧૩૦ 
૮૮૫૩૭ 
૬૨૭    
પાના નં.૩


સ.સં.૧૪૨૬     . . . . . . . .. પાના નં.૩

૧૦
પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપનો લાભ મેળવેલ અનુ.જાતિના વિદ્યાર્થીઓની સંખ્‍યા 
૧૦૯૧૯૯       
૧૧૧૧૮૧       
૧૦૨  
૧૧
સંકલિતબાળ વિકાસ સેવા પ્રયાજનો ધટક (આઇસીડીસે)    
૩૩૬  
૩૩૬  
૧૦૦  
૧૨
આંગણવાડીની અમલવારી     
૫૦૯૯૦       
૫૨૦૪૩       
૧૦૨  
૧૩
સાત મુદા કાર્યક્રમ શેઠળ આવરી લેવાયેલ ગરીબ કુટુંબોને જમીન, મકાન, પાણી સ્‍વચ્‍છતા, આરોગ્‍ય, શિક્ષણ અને સામાજીક સુરક્ષા       
૪૬૫૯
૩૭૬૬૩       
૮૦૮  
૧૪
વનીકરણ-વૃક્ષાવાવેતર હેઠળ આવરી લેવાયેલ વિસ્‍તાર (જાહેર અને વનવિસ્‍તાર)           
૧,૨૪,૫૨૦
૧,૩૯,૨૮૩
૧૧૨  
૧૫
વૃક્ષારોપણ હેઠળ રોપાઓનું વાવેતર (જાહેર અને વનવિસ્‍તાર)
૮,૦૯,૩૮,૦૦૦
૯,૯૫,૮૨,૦૦૦
૧૨૩  
૧૬
ગ્રામ્‍ય રસ્‍તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
૨૦૦ કી.મી.
૮૯૯ કી.મી.
૫૪૦
૧૭
પંપ સેટ વીજળીકરણ
૪૪૨૫૦
૭૪૮૯૫
૧૬૯
૧૮
વીજળીનો પુરવઠો
૮૮૪૯૭ મીલીયન
૮૮૪૮૮ મીલયન
૧૦૦

        તેમણે જણાવ્યું કે મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના નેતૃત્વમાં ગરીબ અને વંચિત જનસમૂદાયોને ઉત્કર્ષલક્ષી સુવિધાઓ તથા તકો આપવાની બાબતોને રાજ્ય સરકારે ગતિશીલ ગુજરાતના કાર્ય એજન્‍ડામાં ટોચ પ્રાધાન્ય આપ્યું છે. તેના ફળદાયી અમલથી ગુજરાત આગામી વર્ષોમાં પણ ૨૦ મુદ્દા અમલીકરણમાં અગ્રીમ સ્‍થાને રહેશે.
પીઆરઓ/ભટ્ટ         

Comments

Popular posts from this blog

Assembly Elections 2017  Uttar Pradesh  (403/403) Punjab  (117/117) Goa  (38/40) Party Lead Won Total SP+INC 38 28 66 BJP + 193 119 312 BSP 10 10 20 RLD 00 01 1 Others 03 01 4 Party Lead Won Total SAD+BJP 01 16 17 INC 04 74 78 AAP 00 20 20 BSP 0 0 0 Others 00 02 2 Party Lead Won Total BJP 02 12 14 INC 01 13 14 AAP 0 0 0 MGP + 00 03 3 Others 00 07 7 Uttarakhand  (70/70) Manipur  (60/60)   Party Lead Won Total INC 04 07 11 BJP 15 42 57 BSP 0 0 0 UKD 0 0 0 Others 01 01 2 Party Lead Won Total INC 09 16 25 BJP 06 18 24 AITC 0 01 1 NPF 01 03 4 Others 02 04 6  
Discipline Virat can win WCC JUNE 24, 2019 Monsoon in day reach Lucknow Pranati- win the bronze medal M7.3 Earthquake – Banda Sea https://sagarmediainc.com/ INVITATION | LAUNCH OF “SWACHH MAHOTSAVA” CELEBRATIONS BY SH. GAJENDRA SINGH SHEKHAWAT, UNION MINISTER, JAL SHAKTI | 3.45 PM , MONDAY, 24 JUNE | VIGYAN BHAWAN, DELHI Invitation for a discussion on “Emergency: Darkest Hour in Indian Democracy” : S Gurumurthy, Chairman, VIF & Dr A Suryaprakash, Chairman, Prasar Bharti on Monday, 24th June 2019 17.30 NMML Invitation _Dr. Prabha Ravi Shankar_“G.A. Natesan (1873-1949): ‘Old and Dear Friend’ of Mahatma Gandhi”_24 June 2019_3.00pm  CPR and CSH are pleased to invite you to a workshop on ‘Whims of a Digital Boss: The Story of Insecure App-Based Workers in Delhi’ Speaker:  Akriti BhatiaTuesday, 25 June 2019, 3:45 p.m. Centre for Science and Humanities (CSH), 2, Dr APJ Abdul Kalam Road, (formerly Aurangzeb Road) What are the Priorities ...

China communist party congress to open Nov.8

China's Communist Party to convene its National Congress on November 8th. Vice President Xi Jinping is expected to assume the top leadership.On Friday the party's Political Bureau decided the date of the meeting, held once every 5 years. During the meeting, Vice President Xi Jinping will likely replace President Hu Jintao. Many other top leaders are also expected to be replaced.Experts are interested in what policies the new leadership will lay out for the 5 years until the next national congress. Economic policy is a source of interest as China needs to ensure social stability amid a slowing economy. This year the announcement of the schedule was delayed for about a month. Analysts attribute the delay to the time-consuming process of selecting new leadership members.Too point to the punitive measures against former Chongqing City party head Bo Xilai. He was stripped of his party membership on Friday. Communist Party has still to disclosed how long the congres...